કોઈ ગુસ્સો કરીને પોતાનું ધાર્યું કરાવે;
કોઈ મન બેકાબૂ કરીને પોતાનું ધાર્યું કરાવે;
કોઈ રડી-કકળીને પોતાનું ધાર્યું કરાવે;
કોઈ અત્યાચાર કરીને પોતાનું ધાર્યું કરાવે;
કોઈ કસમ આપીને પોતાનું ધાર્યું કરાવે;
કોઈ જીદ પકડીને પોતાનું ધાર્યું કરાવે;
કોઈ હૌંસ અને તીવ્ર ભાવોથી પોતાનું ધાર્યું કરાવે;
કોઈક જ પ્રેમ કરીને પોતાનું બધું એને સૌંપે;
આખરે પ્રેમ જ એવો છે, જ્યાં પોતાનું ધાર્યું કંઈ રહેતું નથી.
- ડો. હીરા