જ્યાં ઈબાદત છે, ત્યાં જ એની ઈનાયત છે;
જ્યાં તરન્નૂમ છે, ત્યાં જ એની મહેફિલ છે;
જ્યાં વિરાસત છે, ત્યાં જ એની ઈજાઝત છે;
જ્યાં ફિતરત છે, ત્યાં જ એની મુલાકાત છે;
જ્યાં શોહરત છે, ત્યાં જ એની કાયનાત છે;
જ્યાં જરૂરત છે, ત્યાં જ એના મોહતાજ છે;
જ્યાં દિવ્યતા છે, ત્યાં જ એની બંદગી છે.
- ડો. હીરા