શાનભાન ભૂલીને આવીએ તારી પાસે ‘મા’,
શાંત મન થઈ બેસીએ તારી પાસે ‘મા’,
વિશ્વાસ કરી તારા નામમાં રમીએ અમે રે ‘મા’,
તારા સર્વ ગુણ સંવારીને હસીએ તારી સંગે ‘મા’,
જોર જવાબ આપીને તારામાં ઊભરીએ ‘મા’,
તારા નામના ઝંકારમાં રાસ રમીએ રે ‘મા’,
દ્વાર તારા આવી, તારી સાથે ઝૂમીએ રે ‘મા’,
સ્વરમાં નાદ તારા લઈને, તને પોકારીએ ‘મા’,
તારા જ મીઠા ગાનમાં અમે તને પોકારીએ છે ‘મા’.
- ડો. હીરા