ધાર્યા કરતાં પણ વધારે આપ્યું,
આપ્યા કરતાં પણ વધારે સાચવ્યું,
આવા છે અમારા સતગુરુ,
આવા છે અમારા અંતરમાં સમાયેલા કૃપાળુ.
કર્મોને બાળી, એમણે પ્રભુતત્ત્વ જગાવ્યું,
ધર્મોને સમજાવી, ખુદની ઓળખાણ આપી,
આવા છે અમારા સતગુરુ,
આવા છે અમારા મનને શુદ્ધ કરનારા દયાળુ.
કામ-ક્રોધથી અમને બચાવ્યા,
કર્મમાં સદગુણ એમણે તો ભર્યા,
જ્ઞાન-માન-ધાન એમણે તો આપ્યું,
આવા છે અમારા સતગુરુ,
આવા છે અમારા અંતરમાં વસનારા જગદગુરુ.
મનને મોકળાશથી ભર્યું,
દિલને પ્રેમથી સંવાર્યું,
આદર સમ્માનથી અમને જિવાડ્યું,
આવા છે મારા સતગુરુ,
આવા છે નિરંકારી, નિર્દોષ, અમારા અદ્રષ્ય દયાળુ.
વાસના, ભ્રમણાથી દૂર રાખ્યું,
જીવનમાં સરળ ભાવોથી અમને સંવાર્યા,
વેદોનો સાર સાક્ષાત્ જીવનમાં ઉતાર્યોં,
પ્રભુ સાથેનું મિલન કરાવ્યું,
આવા છે મારા સતગુરુ,
આવા છે મારા પ્રભુ, અમારા કલ્યાણ કૃપાળુ,
આવા છે મારા સતગુરુ.
- ડો. હીરા