સર્વદા બ્રહ્માંડમાં એક જ નાદ છે;
પ્રભુ તારા પ્રેમનો એક જ સ્વાદ છે.
સકળ સૃષ્ટિમાં એક જ પ્રાણ છે;
પ્રભુ તારા તાંડવનું જ તો આ રાજ છે.
સમસ્ત સંસારમાં એક જ તો ધ્યાન છે;
પ્રભુ તારી માયાનો જ તો આ પ્રસાર છે.
વિશ્વ આખાના એક જ અણસાર છે;
પ્રભુ તારા વિશ્વરૂપનો બસ પરિચય છે.
સ્વયંના અંતરમાં એક જ તો ભાસ છે;
બ્રહ્મે સો પિંડ, પિંડે સો બ્રહ્માંડ એક જ સત્ય છે.
- ડો. હીરા