મૃત્યુ પછીનું જીવન કેવું હશે?
શરીર વગરનું પ્રાણ કેવું હશે?
ખુશી હશે કે પછી દુઃખ હશે?
લાલસા હશે કે પછી બધું ખતમ થયું હશે?
જીવનના આ પ્રશ્નો હર કોઈને સતાવે છે;
ઉત્તર એના મળતા નથી, જવાબ એના મળતા નથી;
પરદાની પાછળ છુપાયેલા આ રહસ્યના ભેદ ખૂલતા નથી.
જીવનના કારાગારમાં સૌં માનવી અટવાયેલા છે;
કે જીવન શા માટે છે એ જ સમજાતું નથી.
પહેલા જીવન શા માટે છે એ જ્યારે સમજાશે;
ત્યારે ભેદ ખૂલશે, પ્રાણ-આત્માં સમજાશે;
અને પછી આ દુવિધા પૂરી થશે;
અને જીવનના ભેદ બધા ખતમ થશે.
પ્રશ્નના ઉત્તર આ જીવનના રહસ્યમાં છે;
પ્રભુ મિલનનો રાઝ આ જ જીવનમાં છે.
- ડો. હીરા