જ્યાં ભાવોના તરંગ વહે છે, ત્યાં અંતરમાં ઉમંગ ભરે છે;
જ્યાં ધ્યાનમાં એ દેખાય છે, ત્યાં પ્રેમ નવો સર્જાય છે;
જ્યાં બેડી બધી તૂટે છે, ત્યાં મનમાં વિશાળતા વધે છે;
જ્યાં પ્રેમની લહેર વહે છે, ત્યાં સમજણના દ્વાર ખૂલે છે;
જ્યાં અજાણ્યા પણ પોતાના લાગે છે, ત્યાં વિશ્વાસ ખુદ પર વધે છે;
જ્યાં મન શાંત થાય છે, ત્યાં દીવાલો પણ બોલે છે;
જ્યાં જગત ગુમનામ બને છે, ત્યાં ખુદની ઓળખાણ મળે છે;
જ્યાં ભેદો બધા ખતમ થાય છે, ત્યાં ઉલ્લાસ દિલમાં વસે છે;
જ્યાં જાગૃતી ખૂલે છે, ત્યાં જ મારા તારાનું દર્પણ મટે છે.
- ડો. હીરા