નૈવેદ આપું, પૂજા કરું, ધ્યાન તારું કરું, આખર શું કરું?
પ્રભુ તારું નામ લઉં, તારા જપ કરું, કઈ રીતે તને પુકારું?
ગ્રંથો વાંચું, વાદ-વિવાદ કરું, આખર કઈ રીતે આગળ વધું?
સમસ્યા મારી એ છે કે પ્રભુ આખર સાધના કઈ રીતે કરું?
યોગ કરું, વિચાર કરું, સંતુષ્ટ રહું, કઈ રીતે જીવું?
દાન કરું, લોકોની સહાય કરું, આખર કઈ રીતે બોલું?
આ બધું તો હું મારા માટે કરું, આખર તારા માટે શું કરું?
પ્રેમ તને કરું, સુખ તારું જોવું, એ કઈ રીતે કરું?
વ્યવહાર તારો કરું, કલ્પના મારી છોડું, એ કઈ રીતે કરું?
આ મનોકામના આગળ વધવાની અને જિજ્ઞાસા પ્રેમ કરવાની,
એને કઈ રીતે સાચી સમજું ?
- ડો. હીરા