બલિદાન જીવન નથી માગતું, એ ખાલી સાચું વર્તન માગે છે;
છોડવાનું જીવન નથી કહેતું, એ ખાલી અસીમિત ભાવ માગે છે;
ભાગવાનું જીવન નથી કહેતું, એ ખાલી પોતાની જવાબદારી સમજાવે છે;
અનાર્ય વર્તન જીવન નથી કરાવતું, એ ખાલી ખોટી લાલસા છોડાવે છે;
વ્યવહારમાં કચાસ જીવન નથી માગતું, એ ખાલી અંતરથી પ્રેમ જગાડે છે;
કઠોરતા જીવન નથી શિખાવાડતું, એ ખાલી પરિસ્થિતિથી આગળ વધારે છે;
અંધકાર જીવન નથી સોંપતું, એ ખાલી બળવાન બનાવે છે;
ગેર કોઈને જીવન નથી બનાવતું, એ ખાલી સાચા પ્રેમીનો સંગ ઝંપે છે;
દુવિધામાં જીવન નથી નાખતું, એ સાચી રાહ તમને દેખાડે છે;
સંકુચિત જીવન તમને નથી બનાવતું, એ તમારી આંખોના પડદા ખોલે છે;
મધ્યમાં જીવન તમને નથી છોડતું, એ ખાલી તમારી મંજિલ પર ચલાવે છે.
- ડો. હીરા