અમથું અમથું કેમ મુસ્કુરાઓ છો?
શું જગના હાલ તમને ખબર નથી?
વર્ચસ્વ કેમ તમારું બતાડો છો?
શું જગના રચનાર તમે નથી?
પોતાની જાતને કેમ છુપાવો છો?
શું આ લખનાર તમે નથી?
આડુંઅવળું કેમ કરો છો?
શું સીધા તમે ક્યારેય ચાલતા નથી?
રહસ્ય તમારાં કેમ છુપાવો છો?
શું એને સમજનાર જગમાં કોઈ નથી?
મારા હૈયામાં કેમ બિરાજો છો?
શું હૈયું આ તમારા વિના હૈયું નથી?
- ડો. હીરા