સંભવ, અસંભવ, પદ્મસંભવ;
વિચારોની ધારા, આત્મસંભવ;
આજ્ઞાનું પાલન, નિજ સંભવ;
દિવ્યતાની ધારા, મિલન સંભવ;
પ્રેમના પ્યાલા, જ્ઞાન સંભવ;
વિશ્વાસની પરાકાષ્ઠા, કુંડલિની સંભવ;
શ્વાસની ધારા, સ્વયં સંભવ;
જ્ઞાનના વિશ્વવિધાતા, શિવશક્તિ સંભવ;
સંભવ, અસંભવ, પદ્મસંભવ.
- ડો. હીરા