સૌંદર્યનો નજારો છે છતાં દિલમાં ના કોઈ ચેન છે;
સાક્ષાત્ તારો આભાસ છે, છતાં ખુદને ખોવાની ઈચ્છા છે;
સમીપ તારી એકરૂપતા છે, છતાં આ નિજભાન ભૂલવાની તૈયારી છે;
આરામની ન કોઈ કમી છે, છતાં પરમ આરામની એક તડપ છે;
કાર્ય બધાં ખતમ છે, છતાં આ કાર્યની કોઈ ન સમજદારી છે;
વિશ્વાસ તારામાં તું જ આપે, છતાં તારા બોલ સમજવાની કચાશ છે;
આરાધના તારી સુકૂન આપે, છતાં આ જગતમાં રહેવું મુશ્કેલ છે;
ધારા જ્ઞાનની તું વહાવે, છતાં વિચારોથી ભાગવાની કેમ અધૂરાઈ છે?
જન્મમાં તો તારા ભાન છે, છતાં તારા ભાનની કેમ હજી જરૂર છે?
વૈરાગ્યમાં શાંતિ છે, છતાં તને મળવાની કેમ ઉત્સુકતા છે?
નિર્જીવમાં તું પ્રાણ ભરે, છતાં આ પ્રાણવંતાને કેમ નિરાકાર ની જરૂરત છે?
- ડો. હીરા