વેશના જોશમાં માનવીને ઓળખ્યા નહીં
શબ્દોની હેરાફેરીમાં એને પરખ્યા નહીં
વ્યવહારના નિચોડમાં એને માપિયા નહીં
એના આચરણમાં એને સમજ્યા નહીં
ગફળતમાં આપણી, સાચા માનવીને પણ ઓળખ્યા નહીં
ત્રાજવામાં આપણા, આપણે કોઈને ઓળખ્યા નહીં
આખરે કોઈને આપણે પોતાના માની શક્યા નહીં
- ડો. હીરા