મીઠા શબ્દો શું પ્રેમ હોય છે?
એ તો લાલચમાં પણ માનવી બોલે છે
વખાણમાં શું સચ્ચાઈ હોય છે?
એ તો આડંબરમાં પણ એનું પ્રમાણ હોય છે
વેશભૂષાથી શું માનવી સજ્જન હોય છે?
એના વિચારોમાં પણ ગંદકી હોય છે
અભિજાત્યપણામાં શું માનવી રાજવી હોય છે?
એના હૃદયમાં પણ કાળાશ હોય છે
સત્ય બોલવામાં શું માનવી સાચો હોય છે?
એનામાં હાનિ પહોંચાડવાની પણ તમન્ના હોય છે
પ્રોત્સાહન આપવામાં શું માનવી અશ્વાર્થી હોય છે?
પોતાનું કાર્ય કરવાની પણ ભાવના હોય છે
કવિતા કરવાથી શું માનવી પ્રેરિત હોય છે?
એ તો શોહરત પાછળ પણ ગાંડો હોય છે
ભજન કરવાથી શું માનવી પ્રભુ પાસે છે?
એ તો દેખાડો કરવામાં પણ હોય છે
દાન કરવામાં શું માનવી નિશ્ચલ હોય છે?
એ તો કર્મો ભૂંસાડવા માટે પણ કરતો હોય છે
મંદિરમાં જતો માનવી શું પ્રભુને યાદ કરે છે?
એ તો માગણીઓ કરવા માટે પણ જતો હોય છે
- ડો. હીરા