રૂપિયાથી અમીર થવાથી, શું અમીર થવાય છે?
ગરીબ રહેવાથી, શું ફકીર બનાય છે?
શાંત રહેવાથી, શું મનની અવસ્થા જણાય છે?
મોટી વાતો કરવાથી, શું દિલ મોટું થાય છે?
પ્રભુના ગુણગાન ગાવાથી, શું પ્રભુ પમાય છે?
દરિદ્ર થઇને શું જીવન જીવાય છે?
લોકોને નચાવીને, શું હર કાર્ય સફળ થાય છે?
બાધા કોઈની બનીને, શું આગળ વધાય છે?
ઇચ્છા પૂરી થતાં, શું આનંદ સચવાય છે?
લોકોના ઈશારા પર નાચીને, શું આપણી ઓળખાણ થાય છે?
- ડો. હીરા