જ્યાં મર્યાદાની વાત છે, ત્યાં વિવેક ચુકાય છે
જ્યાં ઇચ્છાની વાત છે, ત્યાં પરિણામ ભોગવાય છે
જ્યાં પ્રેમનો સંગાથ છે, ત્યાં અધીરતા સચવાય છે
જ્યા કુદરતની કરામત છે, ત્યાં મનુષ્ય તો લાચાર છે
જ્યાં ભોગવિલાસ થાય છે, ત્યાં ભૂલો બધી થાય છે
જ્યાં નિડરતા ફૂંકાય છે, ત્યાં ગેરતા દેખાય છે
જ્યા આંદોલન અંતરમાં થાય છે, ત્યાં ઇચ્છા જ્વાળા થાય છે
જ્યાં પ્રભુનો વાસ થાય છે, ત્યાં સુંદરતા દેખાય છે
- ડો. હીરા