સમય વીતે ને વિચારો ચૂકે, શું આપણે બદલાઈએ છીએ?
દુનિયાદારી આપણે સીખીએ, શું આપણે સુધરીએ છીએ?
દુનિયાની દૃષ્ટિથી આપણે ઉપર ઉઠીયે, શું આપણે પામીએ છીએ?
વિચારોથી આપણે નબળા બનીએ, શું આપણે સમજીએ છીએ?
લોભ-લાલચમાં આપણે રમીએ, શું આપણે આગળ વધીએ છીએ?
અંતરમાંથી ખુશી હરીએ, શું આપણે પ્રભુમાં રંગાઈએ છીએ?
પ્રેરણા બધી આપણે ચૂકીએ, શું આપણે જીતીએ છીએ?
રંગ આ જગનો આપણે લગાડીએ, શું આપણે અંતરને ભૂલીએ છીએ?
જગના વિચારમાં આપણે રમીએ, શું આખરે આપણે કરીએ છીએ?.
- ડો. હીરા