મનોરંજનના શ્વાસ છે, વેદોનો તો સાર છે
મનુષ્ય માયામાં ખોવાય છે, પ્રભુને તો ભૂલે છે
જગના ખેલમાં એ રમે છે, ઇચ્છાઓ કેટલી કરે છે
વિચારોમાં કેટલા નાચ નાચે છે, આખરે એ તો ભૂલે છે
મંદિર, મસ્જિદમાં એ તો ફરે છે, કટોરો લઈ ભિખારી થઈ આવે છે
મંજિલ શું એ જ એને ખબર નથી, સારવાર હિસાબનો માગે છે
એવો બેરહેમ, લાલચી છે માનવી, કે પ્રભુ પાસે પણ હિસાબ માગે છે
એવા એના રાજ છે, કે એના જેવો બીજાને પણ એ બનાવે છે
- ડો. હીરા