ગુરુ જેવું બીજું કોઈ જ નહીં
ગુરુ વગર આપણો ઉદ્ધાર નહીં
ગુરુ કરતાં બીજું કોઈ જાણકાર નહીં
ગુરુ જેવું કોઈ આદરણીય નહીં
ગુરુ સંગે આપણું જીવન શાંત વહે
ગુરુ સહારે આપણું જીવન સફળ રહે
ગુરુપ્રેમ જેવો બીજો કોઈ પ્રેમ નહીં
ગુરુકૃપા જેવી બીજી કોઈ કૃપા નહીં
ગુરુશક્તિ જેવું બીજું કોઈ નહીં
ગુરુઆશિષ વગર બીજા કોઈ આશિષ નહીં
- ડો. હીરા