મને એકતા જોઈએ છીએ, એવું આપણે માનીએ છીએ
પણ ખાલી સિદ્ઘિની પ્રાપ્તિ જોઈએ, એવું આપણે વર્તન કરીએ છીએ
જીવન સંદેશ આપણે ગુમાવીએ છીએ, વૈરાગ્ય આપણે ન કરીએ છીએ
આચરણ આપણું બદલીયે છીએ, ઇચ્છાઓને આપણે પોસીએ છીએ
વિવેક આપણે ચૂકીએ છીએ, કામ-ક્રોધમાં આપણે રહીએ છીએ
જીવન સંગાથને ગોતીએ છીએ, જીવનમાં કેટલાં અનુચિત કાર્ય કરીએ છીએ
વિશ્વાસને આપણે ધિક્કારીએ છીએ, આખરે આપણે ખાલી દેખાડો કરીએ છીએ
- ડો. હીરા