પ્રભુ, એ સમજાતું નહોતું, લોકોના વ્યવહાર સમજાતા નહોતા
તને પામવાને બદલે, કેમ ઇચ્છામાં જતા હતા
સમજ્યા પછી પણ, કેમ પોતાને બદલતા નહોતા
તને મળ્યા પછી પણ, કેમ ઇચ્છાથી મુક્ત નથી થતા
પ્રભુ સમજાતું નહોતું, કેમ પોતાને જ એ છેતરતા હતા
સંબંધોમાં કેમ આટલા ગૂંચવાતા હતા
હરએક સમયમાં કેમ પોતાને જ મહત્ત્વ આપતા હતા
તને ભૂલીને એ શું ને શું શોધતા હતા
પ્રભુ સમજાતું નહોતું, કેમ એ એટલા લાચાર હતા
પોતાની જાતને, કેમ એ ઓળખતા નહોતા
વિચિત્ર વર્તનને આધીન, કેમ એ ચાલતા હતા
પ્રભુ સમજાતું નહોતું, કેમ આ પ્રશ્ન જાગતા હતા
તારી કૃપાના પાત્ર થયા પછી, ‘કેમ’ને અમે મૂકતા ગયા
- ડો. હીરા