શું તારા વગર હું રહી શકીશ, એ સંભવ નથી
શું તને અલગ ગણી શકીશ, એ શક્ય નથી
શું તારા કાર્યને ત્યજી દઈશ, એ સ્વીકાર નથી
શું પ્રેમ તારો ચૂકી જઈશ, એની તો કલ્પના પણ નથી
શું તારા દ્વાર પર આવી પાછો ફરીશ, એવી કોઈ તમન્ના નથી
શું દ્વેષથી તને ઠુકરાવીશ, એ તો શ્વાભાવિક નથી
શું તારાથી દૂર રહી શકીશ, એ મારા માટે મારી મંજિલ નથી
શું મુશ્કેલીમાં તને કોસીશ, એ વર્તન તો અનુકૂળ નથી
શું તને યાદ કરવાનું ભૂલી જઈશ, એવી તો ફિતરત નથી
- ડો. હીરા