મનના ભાવોમાં, તારો ભાવ જાગે છે
તારામાં જીવવાનો અને રમવાનો પ્રેમ જાગે છે
હૈયાના ઊંડાણમાં એક તારું સ્થાન મળે છે
તારા જ આંગણમાં, મારું હૈયું મને મળે છે
દિલના ચેનમાં, એક સૂર મધુર મળે છે
તારા વિરામમાં, મને મારો રામ મળે છે
સુંદર આ સૃષ્ટિમાં, એક જ છબી મળે છે
તારા જ વિશ્વમાં, તારાં જ અનેક રૂપ મળે છે
પ્રેમના તારમાં, તારો એક તાર મળે છે
આનંદના નાચમાં, એ તાર તો સંગીત પૂરે છે
તારા જ વ્હાલમાં, એક અનોખો સંતોષ મળે છે
તારા જ આ વ્યવહારમાં, મને મારા હર સવાલનો જવાબ મળે છે
- ડો. હીરા