ઘોંઘાટમાં પણ પ્રભુ, તારા નામની છબી મળે
વરસાદના જોરમાં પ્રભુ, તારા પ્રેમનો અમીરસ મળે
વિશ્વાસના વાયુમાં, હર શ્વાસમાં તું વસે
ઠંડકની શીતળતામાં, તારા પ્રેમનું તો સુકૂન મળે
વિજળીના શોરમાં, તારા આવકારનો તો નાદ મળે
મહેફિલના આનંદમાં, તારા પ્રેમનો તો જામ મળે
કુદરતની તસવીરમાં, તારી છબીની સુંદરતા મળે
પક્ષીના ગુંજમાં, તારી વાણીનો તો સંવાદ મળે
ઈશ્વરના મંદિરોમાં, તારી શક્તિનું અનુમાન મળે
પહાડોની ઊંચાઈમાં, તારી શાંતિનો તો વિચાર મળે
દિવ્યતાના અનુભવમાં તારા રૂપ-રંગની તો ઝલક મળે
- ડો. હીરા