મને તારાથી દૂર નહીં કરતો, જીવી નહીં શકું
મને તારાથી અલગ ના ગણશો - હું મરી નહીં શકું
આ અવસ્થા હોય છે, પ્રેમીના દુખની
આ સ્થિતિ હોય છે, પ્રેમીના પ્રેમને ઠુકરાવવાની
શબ્દોની છે આ હેરાફેરી, દિલની તો છે કૂદવાની તૈયારી
પણ કચાશ છે આ તો, એવા ગમગીન પ્રેમની
જે અલગ રાખે પોતાને, એવા તો એ બેબસ ઇન્સાનની
સાચો પ્યાર દૂર નથી રાખતો, અલગ નથી હોતો
સાચો પ્યાર વિવેક નથી ચૂકતો, હૈયાને દૂર નથી ગણતો
આવકાર સાચા પ્યારનો જરૂર મળે છે, વિશ્વાસ સાચો પ્યાર જરૂર આપે છે
સાચો પ્યાર ખતમ નથી થતો, સાચો પ્યાર પામવાની તમન્ના નથી રાખતો
સાચો પ્યાર હૈયું નથી તોડતો, સાચો પ્યાર ઇચ્છા પ્રદર્શિત નથી કરતો
સાચો પ્યાર ગમ નથી કરતો, સાચો પ્યાર ગમ નથી આપતો
સાચો પ્યાર અલગ નથી ગણતો, સાચો પ્યાર વિશ્વાસ નથી તોડતો
- ડો. હીરા