મને મારામાં રહેવા દો, મને તમારાં જેવો ના બનાવો
મને મારા પ્રભુમાં રહેવા દો, મને આ દુનિયામાં ના ફસાવો
મને ઈશ્વરને પામવા દો, મને એનાથી અલગ ના કરો
મને મારી મંજિલ પામવા દો, મને ત્યાંથી ગુમરાહ ના કરો
મને રાગ દ્વેષથી દૂર રાખો, મને પ્રભુમાં જીવવા દો
મને એના રંગમાં રંગાવા દો, મને તમારાં ગમને ભૂલવા દો
મને મારી જાતને ભૂલવા દો, મને એનામાં એક થવા દો
મને એના ઇશારે ચાલવા દો, મને એનામાં સમાવા દો
આ જન્મને તમે સાધવા દો, આ અવસ્થા તો હવે સમજવા દો
- ડો. હીરા