અધીરતાની અધીરતામાં જે રહે, એ બધું ગુમાવે
ધીરજના જોરમાં જે વહે, એ તો પ્રભુને પામે
ફરિયાદની ફરિયાદમાં જે બોલે, એ અસંતુષ્ટ રહે
યાદના સંવાદમાં જે વહે, એ તો પ્રભુની યાદમાં રહે
ચંચળતાના આંચળને પકડે, એને તો નવું નવું જોઈએ
પ્રેમના જોરમાં જે રમે, એનું મન તો ત્યાં જ રમે
વેરના ક્રોધમાં જે ભૂલે, એ તો પોતાનું ભાન ભૂલે
વિવેકના તારમાં જે ચાલે, એ તો જીવનને સુધારે છે
પ્રભુની બંદગીમાં જે રહે, એ તો એના જેવો બને
હૈયામાં જે એને વસાવે, એને તો એ સાથ સદૈવ આપે છે.
- ડો. હીરા