મનગમતા વિચારોથી આપણે ખુશ થઈએ છીએ
ઇચ્છાઓને આધીન તો આપણે ભાગીએ છીએ
વિશ્વાસનો તો ખાલી ઢોંગ કરીએ છીએ
આખરે આપણા ઈરાદા પર જ તો આપણે ચાલીએ છીએ
અનુકૂળ વ્યવહાર આપણે ન કરીએ છીએ
આપણા જ ઈશારે આપણે નાચીએ છીએ
કર્મોના લખનાર છીએ આપણે
એનાં ફળ પછી આપણે ભોગવીએ છીએ
મનની ચંચળતામાં નાચીએ છીએ
થાકીને ખાલી ફરિયાદ કરીએ છીએ
મંજિલથી આપણે ભાગીએ છીએ
ક્યા મુકામ પર આપણે પહોંચીએ છીએ
વૈરાગ્યને આપણે શું સમજીએ છીએ
આખરે ખોટી સમજને સાચી સમજીએ છીએ
ચહેરા પર ખાલી દંભ કરીએ છીએ
આખરે કોને આપણે છેતરીએ છીએ
અનુરૂપ વર્તન તો આપણે ચૂકીએ છીએ
પ્રભુને તો ખાલી બદનામ કરીએ છીએ
સામાન્ય રીતે આપણે ચાલીએ છીએ
પ્રભુના દ્વાર છોડીને બીજે જ ચાલીએ છીએ
- ડો. હીરા