અવ્યક્ત ઇચ્છા પણ તો એક ઇચ્છા છે
મનમાં વસેલી એ પણ એક ગાંઠ છે
શૂનકારામાં સામેલ એક ઓમકાર છે
નિરાકારમાં પણ તો એક આકાર છે
ઇચ્છાઓનો તો જગમાં આ ખેલ છે
વિચારધારામાં તો એ બદલાવ છે
ઇચ્છાના આધીન તો સર્વ કર્મ છે
બલિદાન પણ તો એક ઇચ્છા છે
સ્વયંના જોર પર નિર્ભર આ વ્યથા છે
સ્વયંના બેકાબૂ મનનું આ જુલુસ છે
મનની અવસ્થા એનો શિકાર છે
આખરે દુનિયામાં ખાલી ઇચ્છાનું જોર છે
- ડો. હીરા