મને શું ગમે કે ના ગમે, મને એની ફિકર નથી
તારા પ્રેમથી આખરે હું વંચિત નથી
મનના નાચ શું નાચે, શું નચાવે, એની ખબર નથી
આખરે તારી વાણીની શુદ્ધતાથી બેખબર નથી
આરોહ-અવરોહના ખેલથી હું અંજાણ નથી
તારી કૃપાની અસીમ સીમાંથી હું નાદાન નથી
વિકારોના અહંના નાચથી હું પરેશાન નથી
તારા પ્રેમની કૃપાથી મને કોઈ ઈલ્તિજા નથી
વ્યવહાર ધર્મના નામથી મને કોઈ રુસવાઈ નથી
તારા વ્હાલના ઝરણાની મને કોઈ ફરિયાદ નથી
- ડો. હીરા