વરસાદ વરસીને પણ ખતમ થાય, તો યે લોકોની પ્યાસ ના બૂઝે;
વિશ્વાસ લોકોના હલી જાય, તો યે કર્મો ના ફુટે.
ઇચ્છા બધી અતૃપ્ત રહી જાય, તો યે મંજિલ ને ચુકે;
હૈયામાં બધી વાત રહી જાય, તો યે આત્મા શરીર ન છોડે.
ગૌરવ બધો નાશ થાય, તો યે અહંકાર ના છૂટે;
આડંબર બધા ઓગળી જાય, તો યે હૈયામાં સચ્ચાઈ ના ઊભરે.
ગફલત લોકોની ના ભુલાય, તો યે પોતાની હરકતો ન બદલે;
અંતર સહુના હલી જાય, તો યે પોતાની વાત ના છૂટે.
કર્મો બધા બળી જાય, તો યે હૈયામાં પ્રભુ ના બેસે;
આવા છે માનવીના વ્યવહાર, કર્યા પછી પણ ના કરે.
- ડો. હીરા