મનોકામના અગર બધી પૂરી થાય છે, તો પછી શાને ભાગો છો?
વિશ્વાસ અગર બધો છવાય છે, તો પછી શાને વિસરો છો?
પ્રેમ અગર બધો જ છલકાય છે, તો પછી શાને ત્યાગો છો?
હકીકત અગર ના ઝીરવાય, તો પછી શાને યાદ રાખો છો?
ઉમંગ અગર હૈયામાં ના સમાય તો પછી શાને તડપો છો?
અનુભવથી અગર ના સુધરાય, તો અનુભવને કેમ સમજો છો?
વૈરાગ્ય અગર દિલમાં ન જગાડાય, તો કેમ પરિવાર ને કોસો છો?
ઇલતેજા અગર ન સહેવાય, તો પછી શાને જન્નત માગો છો?
- ડો. હીરા