પૂર્ણ સમયની પૂર્ણ ગાથા,
પૂર્ણ મુલાકાતની પૂર્ણ અભિલાષા,
પૂર્ણ પ્રેમની પૂર્ણ ધારા,
પૂર્ણ સમજણની પૂર્ણ દિવ્યમાળા,
પૂર્ણ સંગાથની પૂર્ણ એકરૂપતા,
પૂર્ણ વિશ્વાસની પૂર્ણ અમૃતધારા,
પૂર્ણ મિલનની પૂર્ણ દિવ્યતા,
પૂર્ણ શાંતિની પૂર્ણ અંતિમયાત્રા,
પૂર્ણ મંજિલની પૂર્ણ મિલનમાળા,
પૂર્ણ જીવનની પૂર્ણ અમરતા.
- ડો. હીરા