હેતથી ભેટવા નિકળ્યો છું તને પ્રભુ,
તારામાં એક થવા નિકળ્યો છું હું પ્રભુ,
પ્રેમથી મળવા આવ્યો તને હું તો પ્રભુ,
ઉમંગ હૈયામાં ભરવા આવ્યો છું હું પ્રભુ,
ઘેનમાં રહી ચૂકી રહ્યો છું હું તમને પ્રભુ,
વિશ્વાસને ભૂલી અંધવિશ્વાસમાં ડૂબી રહ્યો છું હું પ્રભુ,
ભજનો મારા ચૂકી રહ્યો છું હું પ્રભુ,
ખોટા રવાડે ચડી રહ્યો છું હું પ્રભુ,
આવું જનમોથી કરતો આવ્યો છું હું પ્રભુ,
આવું જ ફરી ફરી કરતો રહ્યો છું હું પ્રભુ.
- ડો. હીરા