જીવંત હું છું તો શાના માટે, જગમાં કરું હું શું, શાના માટે?
સંબંધો બાંધું હું શાના માટે, પ્રેમ સહુને કરું હું શાના માટે?
એક દર્પણ મને મળે શાના માટે, આ અંતરમાં પ્રવેશું હું શાના માટે?
દુઃખો સતાવે મને શાના માટે, સુખો બધું ભુલાવે શાના માટે?
અહંને માનું હું શાના માટે, વિશ્વાસને ભેટું હું શાના માટે?
લાલચ ને લોભ શાના માટે, ઉમંગ ને ક્રોધ શાના માટે?
બલિદાન જીવનમાં શાના માટે, મુશ્કેલી જીવનમાં શાના માટે?
આ શરીર નાશવંત શાના માટે, આ મરણ આખર શાના માટે?
ઘડપણ શાના માટે, હું મરીઝ બનું શાના માટે?
આ જગ જીવે છે શાના માટે, આખર આ બધા પ્રશ્નો શાના માટે?
- ડો. હીરા