વચન ખોટાં કે સાચાં, એનો કોને ફરક પડે છે
જે દિલથી સાફ અને પરમાત્માની સાથ, એને ફરક પડે છે
વેર ખોટું કે સાચું, એથી શું ફરક પડે છે
વેર એ તો વેર, એ તો ખાલી નુકસાન કરે છે
ઇર્ષ્યા શ્વાભાવિક કે અપમાનિક, એનો શું ફરક છે
ઇર્ષ્યા જલાવે અને સુખચેન ખોવડાવે, ફરક ના એ તો છે
ઇચ્છા સારી કે ખોટી, આખરે ઇચ્છા તો ઇચ્છા રહે છે
પ્રભુની સૃષ્ટિ પણ તો એક ઇચ્છા છે, સારી ઇચ્છાનો ફરક પડે છે
ઉમંગ સાચો કે ખોટો, શું હરેકમાં પણ ભેદ ગણે છે?
વિવાહ પ્રભુનો અને સગપણ આત્માનું, પરમાનંદ જ આપે છે
- ડો. હીરા