પ્રભુ તને પામવું એ જ મારી ઇચ્છા છે
તારું દિલ એ જ મારું સરનામું છે
પ્રભુ તારામાં રહેવું એ જ મારી મંજિલ છે
પ્રભુ તારું કાર્ય કરવું એ જ મારું કાર્ય છે
પ્રભુ તુજમાં સમાય જવું, એ જ મારી હકીકત છે
પ્રભુ તારી સંગ ઝૂમવું, એ જ મારો આનંદ છે
પ્રભુ તારા પ્રેમને પામવું, એ જ મારી તમન્ના છે
પ્રભુ તારામાં ખીલવું, એ જ મારી સાધના છે
પ્રભુ તારા અંગેઅંગમાં વસવું, એ જ મારી જીત છે
- ડો. હીરા