ચહેરાની લાલી અને પ્રેમની પ્યાલી
વિશ્વાસની સીડી અને હકીકતની તસવીર
જીતની પ્રીત અને સંગીતની રીત
ઉમંગની લહેરો અને પ્રિયતમની બાંહોં
ગફળતની તૃષ્ણા અને દીવાનગીની ઇચ્છા
ગુલામીની રિહાઈ અને શ્વાસોની ભરપાઈ
વિજયની સીમા અને જીવનની અતૂટ રેખા
પ્રેમની પરછાઈ અને પ્રભુ ઝલક જ્યાં છાઈ
શું એ જન્નત નથી, શું એ મહોબ્બત નથી?
શું એ મંજિલ નથી, શું એ સાચી આરાધના નથી?
- ડો. હીરા