એક એવી સમજની વાત છે
મનમાં આંદોલન તો ત્યાં શાંત છે
એક એવા સમયની વાત છે
જ્યાં સજ્જનતા તો જાગ્રત છે
એક એવા વિચારની શુદ્ધતા છે
જ્યાં પ્રેમની તો સોગાત છે
એક એવા આવકારની પહેચાન છે
જ્યાં ભરપૂર પ્રેમનું તો જીવનદાન છે
એક એવી ભક્તિની પહેચાન છે
જ્યાં પ્રભુની શક્તિનો અહેસાસ છે
એક એવા જ્ઞાનની મુલાકાત છે
જ્યાં ઈશ્વરની પ્રેરણા સાથ છે
એક એવી જાગૃતિની પહેચાન છે
જ્યાં વેદો-ગ્રંથોનો સાર સમજાય છે
એક એવા અનુભવીની તલાશ છે
જ્યાં ઈશ્વરની તો ઓળખાણ છે
- ડો. હીરા