મુલાકાત તો બેકાબૂ હતી, મહેફિલમાં તો તડપ હતી
મહોબ્બતની તો વફાદારી હતી, પ્રભુની તો એક વાત હતી
સંગાથમાં પ્રેમની ઝલક હતી, વિશ્વાસની તો રુત્બા હતો
જીવનનો તો સંગાથ હતી, પ્રભુની પાછી મળી શ્વાસ હતી
જન્મની તો ઘડી હતી, મૃત્યુની તો દુર્દશા હતી
ફરી પાછી એક ઇચ્છા હતી, પ્રભુની મહેફિલની સજાવટ હતી
ગુણલાની ઝણકાર હતી, કાવ્યોની તો બારાત હતી
અહેસાસ પરમ તો જાગ્રત હતી, પ્રભુના રંગતની સારવાર હતી
અંતરમાં તો રાત હતી, શિવરાત્રી નવરાત્રીની વાત હતી
ઝડપમાં એક મુલાકાત હતી, પ્રભુની સોચમાં મારી સોચ હતી
- ડો. હીરા