ઉમ્મીદની દીવારો એવી હોય છે, જે તૂટે તોય ન તૂટે.
આરંભની વાતો એવી હોય છે, જે કરવા ચાહે તોય ન થાય.
મોક્ષની તમન્ના એવી હોય છે, જે પ્રેમ પામે તોય ન દેખાય.
વ્યવહારની વાતો એવી હોય છે, જે મુશ્કેલીમાં પણ ન ભુલાય.
તરંગોની વાતો એવી હોય છે. જે મુક્તિ તો આપે પણ ન સર્જાય.
ફરિયાદની વાતો એવી હોય છે, જ્યાં પ્રેમના અણસાર પણ ન સંભળાય.
પ્રભુ હકીકતની મહેફિલ એવી હોય છે, જે પ્રેમમાં સર્વ સમાય.
મુલાકાતની વાતો એવી હોય છે, જેનાથી દીવારોની ઇંટોને પણ તોડાય.
પ્રેમનું ગાંડપણ એવું હોય છે, જે હકીકતને પણ દે વીસરાય.
મદહોશીનો નશો એવો હોય છે, જ્યાં પોતાની જાતને પણ ભુલાય.
- ડો. હીરા