હરિનામ જપતાં જે આનંદ થાય; હરિભાવ આવતાં ‘હું’ ભૂલી જવાય.
હરિને યાદ કરતાં એનામાં સમાવાય; હરિમાં ખોવાતાં, એના જેવા બનાય.
હરિને જોતાં એનાં ગાન ગવાય; હરિને લુભાતાં, એનાં દર્શન થઈ જાય.
હરિનો જ્યાં આકાર વિસરાય, ત્યાં હરિનું વિશ્વરૂપ દેખાય.
હરિની વાતો સાંભળી, હરિના કાર્ય કરવા દિલ લલચાય.
હરિને નિરાકાર જાણી, હરિપૂજન હર વખત થાય.
હરિમાં ખોવાતાં, હરિનાં બધાં કાર્યો સર્જાય.
હરિ જેવા બનાય, હરિ જેવા શોભાય, હરિ જેવું વર્તન થાય.
હરિના ગુણોમાં પણ હરિનો નિર્ગુણ આકાર દેખાય.
હરિ જેવા બીજા દિલમાં ન કોઈ સમાય, હરિમાં તો બધા સમાય.
- ડો. હીરા