અજાગૃતિમાં જે વર્તન થાય, એને તો માફ કરીને આગળ વધાય;
વારંવાર જે વર્તન થાય, એને તો ભૂલ ગણી શિક્ષા થાય.
જાગૃતિમાં જે વર્તન થાય, એને તો જુલમ ગણી દંડ થાય;
મન વિચલિત જેનું હરદમ થાય, એને તો કંઈ જ ના સમજાય.
દુવિધા બીજાના મનમાં જે નાખે, એને તો કસૂરવાર ગણાય;
દુવિધામાં જે ભટકી જાય, એને ક્યારેય પોતાનો ન સમઝાય.
અણસાર પ્રભુના જે ભૂલી જાય, એ તો પ્રભુને પણ ભૂલી જાય;
પ્રભુના ન્યાયને જે અન્યાય ગણે, એ તો અહંમાં ખોવાઈ જાય.
મુશ્કેલીમાં જે હાથ ફેરવે, એ તો અનાર્ય વર્તન કરી જાય;
મોક્ષની તલાશમાં જે નીકળે, એ તો પોતાની જાતને જ ભૂલી જાય.
- ડો. હીરા