પ્રેમ કર્યો તો કોને કર્યો; જેનો કોઈ અંત નથી.
શરીરની જેને જરૂર નથી, મૃત્યુથી એ પરે છે;
અવાજની જેને જરૂર નથી, અંતરમાં રહી એ બોલે છે.
રૂપની જેને જરૂર નથી, વિશ્વરૂપમાં જે વ્યાપક છે;
સાથી એવો જે અલગ નથી, વિશ્વાસની તો એ ડોર છે.
અમૂલ્ય જેનું વર્તન છે, જેને કોઈની પણ જરૂર નથી;
મનમોહક છતાં દેખાતો નથી, છતાં સદૈવ એ તો સાથમાં છે.
વીણા બાંસૂરીની એ કૃપા છે, જેના હૃદયમાં પ્રેમ જગાડવાની જરૂર નથી;
આનંદથી એ ભરપૂર, જેના પારસ્પરિકથી હું ખાલી નથી.
એકાંતની એને જરૂર નથી, મારા વિના પણ એ રહી શકતો નથી.
- ડો. હીરા