મૃત્યુલોકના વાસીઓને કેમ એમ લાગે છે, કે આમ જ ચાલશે?
પ્રભુના માર્ગે ચાલવાવાળાને કેમ એમ લાગે છે, કે રસ્તો ખતમ નથી?
વિજયના સૂર પૂરવાવાળાને કેમ લાગે છે, કે ક્યારે પણ હાર નથી?
વિશ્વાસ પર સવાલો કરવાવાળાને કેમ એમ લાગે છે, કે સોચ ક્યારેય બદલાતી નથી?
નશો કરવાવાળાને કેમ લાગે છે, કે મદહોશીનો કોઈ અંત નથી?
મહેફિલના સિતારાને કેમ લાગે છે, કે વાહ વાહનો કોઈ અંત નથી?
મુકામ પર પહોંચવાવાળાને કેમ લાગે છે, કે હવે કંઈ બાકી નથી?
ગહેરાઈને માપવાવાળાને કેમ લાગે છે, કે આનાથી કંઈ ઊંડું નથી?
પ્રેરણામાં રાચવાવાળાને કેમ લાગે છે, કે કૃપાનો કોઈ આભાર નથી?
મોક્ષ પામવાવાળાને કેમ લાગે છે કે, હવે એનાથી કોઈ જુદું નથી?
- ડો. હીરા