મૃત્યુ ન કોઈના હાથમાં છે, મૃત્યુ ન કોઈથી રોકાય છે;
કર્મોના ખેલ છે, આવ્યા વગર એ તો ન રહેવાનું છે.
જે જન્મે છે, એને જવું પડે છે;
આ છે કુદરતનો નિયમ, ન કોઈ બહાર રહ્યા;
જીવનની આ સચ્ચાઈથી ન કોઈ વંચિત રહ્યા.
આવ્યા આ જગમાં, સંબંધો તો બાંધ્યા, એક દિવસ છૂટા પડ્યા;
વિશ્વમાં નામ કરી, ફરી પાછા અજનબી બન્યા.
વસિયત આપ્યું શું આ જગને, સુકર્મોનું શુકૂન આપ્યું;
હરએક આવે એના કર્મથી, હરએકને નવા આશિષ દીધા.
જીવનના ખેલમાં, સર્વે તો પ્રભુને યાદ કરવા;
મહેરબાની એની યાદ રાખીને, કાર્ય તો એવાં કરવાં;
કે જગમાં નામ બનાવી, પ્રભુને બધું સોંપી દેવું.
- ડો. હીરા