પ્રભુની યાદમાં જીવવું, પ્રભુના પ્રેમમાં ભૂલવું;
પ્રભુની યાદોમાં ખોવાવું, પ્રભુના અહેસાસમાં ઝૂમવું;
આ છે મારી હકીકત, આ છે મારી હકીકત.
પ્રભુને પાસ જોવા, પ્રભુના અંતરમાં સમાવું;
પ્રભુને હર પળ મહેસૂસ કરવા, પ્રભુ સાથે પળપળ વાતો કરવી;
આ છે મારી ઇબાદત, આ છે એની રહેમત.
પ્રભુના સાથમાં સાથ આપવો, પ્રભુના ઇશારે ચાલવું;
પ્રભુના પ્રેમમાં પાગલ થવું, પ્રભુમાં સર્વને ભુલાવું;
આ છે મારી મહોબ્બત, આ છે પ્રભુની તો મને વસિયત.
- ડો. હીરા