ઉંમર વીતે છે છતાં જીવન એમ ને એમ જીવીએ છીએ,
પ્રેમ શોધીએ છીએ છતાં સ્વાર્થમાં જ તો આપણે રમીએ છીએ,
ચેન જોઈએ છે છતાં અતૃપ્ત ભાવનાઓ પાછળ દોડીએ છીએ,
ઉમંગ હૈયે જોઈએ છે છતાં રમકડાં પાછળ નાચીએ છીએ,
ઘડપણમાં સહુને કોસીએ છીએ છતાં ખુદને ન ઓળખીએ છીએ,
લાચારી જીવનમાં ન જોઈએ છે છતાં કર્મો એવા જ કરીએ છીએ,
સહુને શીખામણ આપીએ છીએ છતાં ખુદને ન સુધારીએ છીએ,
વ્યવહાર સહુ પાસે બરોબર ચાહીએ છીએ છતાં વ્યવહારમાં આપણે ખૂંપીએ છીએ,
મનુષ્યતા ચાહિએ છીએ છતાં મનુષ્યતા ન આપણે કરીએ છીએ,
આવા છીએ આપણે, આવા છીએ આપણે, આખર કેમ આવું કરીએ છીએ?
- ડો. હીરા