પ્રેમભર્યા ભાવોથી તને પુકારું;
હે પ્રભુ, નિઃસ્વાર્થભર્યા નૈનોથી તને નિરખું;
અજવાળામાં રહી તારા તેજનો આભાસ કરું;
શરણું તારું સદા ચાહું, હું તો તારી કૃપા સદૈવ માનું.
અંધારામાં પણ દિશા તારી જાણું;
અટવાએલા મનમાં રસ્તો તારો શોધું;
હર પળ હર જગહ, તારા ગુણગાન હું તો ગાઉં;
પ્રભુ તારા હૈયાને તો ખૂબ નિર્મલ જાણું.
પવિત્ર તારા નામને, સર્વગુણ સર્વપ્રકાશ તારા હું જાણું;
તારા જ પ્રેમને પ્રભુ, હર રૂપરંગમાં તો આભાસું.
- ડો. હીરા