લોકો શું વિચારશે એની ફિકર શાને કરું,
પ્રેમમાં શું ખામી છે, એનો નિર્ણય ક્યાંથી હું કરું.
મંજિલ કેટલી બાકી છે, એનું માપ ક્યાંથી કાઢું,
જીજ્ઞાસા મનમાં શું છે, એનો અભિપ્રાય ક્યાંથી શોધું.
આ સવાલો શું કામ, એવા સવાલોનું શું કરું હું,
પ્રભુની વાણી મારી છે, એનાથી વધારે શું બીજું કામ.
નામ પ્રભુનું પુકારતી જાઉં, એનાથી શ્રેષ્ઠ શું કામ?
પ્રભુને હર પળ યાદ કરું, એથી વિષેશ શું કામ?
મિલન એનું, એનાથી બીજું શું મારું ધામ.
- ડો. હીરા